ગુજરાતએસ ટી નિગમ ના વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે શુભયાત્રા સ્વચ્છયાત્રા કમ્પેઈન હેઠળ એસટી નિગમના રાજ્ય વ્યાપી સફાઈ ઝુંબેશ અભિયાન અંતર્ગત નિગમની બસો અને બસ સ્ટેશનો ના સ્વચ્છતા માટે ની વિવિધ પ્રવૃત્તિઓના આયોજન ના ભાગરૂપે આજરોજ તારીખ 09/03/2024 ના શનિવારના રોજ વડોદરા એસ.ટી. ડેપોના કર્મચારીઓ તથા સફાઈ કરતાં કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા માટે ની જાગૃતિ અંગે નું પ્લેબોર્ડ નિદર્શનનું આયોજન કુશળ અને કાર્યશીલ વહીવટ માટે જાણીતા વડોદરા ડેપો મેનેજર શ્રીમતિ પાયલબેન પટેલના માર્ગદર્શન અને દેખ રેખ હેઠળ ડેપોમાં અવર જવર કરતી પબ્લિક માં કરવામાં આવેલ
જેનો મુખ્ય ઉદ્દેશ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વિશાળ પ્રમાણમાં ઉપસ્થિત મુસાફરોમાં સ્વચ્છતા બાબતે જાગૃતતા આવે તેવો સંદેશો પહોંચાડવાનો હતો આ જનજાગૃતિ ને આવરી લેતી સ્વચ્છતા પ્રવૃત્તિએ હાજર જાહેર જનતા માં અનેરું આકર્ષણ જમાવ્યું હતું .
(રિપોર્ટર,ફરહીન બહાદરપુર વાલા, આણંદ)





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.