આજરોજ ભરૂચ લાલ બજાર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામા આવી હતી. સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યો, ઈતિહાસની ઝાંખી કરાવતી નૃત્ય નાટિકા, વિવધ રીમીક્ષ સોંગની વિવિધતાસભર પ્રસ્તુત કરવામા આવી હતી.
આ કાર્યક્રમમાં લિટલ ફ્લાવર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લઇ ઉપસ્થિત તમામનાં દિલ જીતી લીધા હતાં. સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સલીમ ભાઇ અમદાવાદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સમગ્ર કાર્યક્રમ અને શાળાની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે નગર સેવક સલીમ ભાઈ અમદાવાદી શાળાના પ્રમુખ સૈયદ શોકતઅલી, શાળાના આચાર્ય સૈયદ કશીસ, ઇકબાલભાઈ હવલદાર, ઈમ્તિયાઝ ભાઈ પટેલ, તેહજીબભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યકમને સફળ બનાવવા શાળાના સ્ટાફગણ તથા શાળાના વિધાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.