ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની મુતવલ્લી કેટેગરીની ચૂંટણી યોજવામાં આવી હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં 223 જેટલા મતદારો હતા. જે પૈકી 155 જેટલા મતદાર મુતવલ્લીઓએ મતદાન કર્યું હતું. ગુજરાતના ખૂણે- ખૂણે મુતવલ્લીઓ મતદાન કરવા માટે ગાંધીનગર ખાતે આવેલી વમ્ફ બોર્ડની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. વક્ફ બોર્ડની ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરીમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન યોજાયું હતું.
ભારે રસાકસીપૂર્ણ ચૂંટણીમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એડવોકેટ તૌફીક વોરાએ બાજી મારી હતી. તેમને 41 વોટ મળ્યા હતા. જ્યારે બીજા ક્રમે ઈમરાનભાઈને 27 વોટ મળ્યા હતા. આમ 14 વોટમાં અંતરથી તૌફીક વોરાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
મુતવલ્લીની ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં હતા. હવે તૌફીક વોરા વક્ફ બોર્ડના સભ્ય બનશે. વિજેતા ઉમેદવારને ચારે તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા.અને વક્ફ બોર્ડ ખાતે તૌફીક વોરાના સમર્થકોએ જશ્નનો માહોલ સર્જી દીધો હતો. મતદાન કરવામાં મુતવલ્લીઓએ અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો જે નોંધપાત્ર બની રહ્યું છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.