અંકલેશ્વરમાં વાતાવરણમાં ગત રાત્રીથી પલટો આવ્યો હતો. જેમાં શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝીબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને વાહન હંકારવુ મુશ્કેલ બન્યું હતું. જ્યારે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.અંકલેશ્વરમાં શુક્રવારની વહેલી સવારે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સમગ્ર શહેરમાં વહેલી સવારથી ગાઢ ઘુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી. જેના કારણે વાતાવરણમાં ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો વધ્યો હતો. શહેરમાં સવારે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસને કારણે વિજીબીલીટી ઘટતા વાહન ચાલકોએ દિવસે હેડ લાઈટ ચાલુ રાખીને પસાર થઈ રહ્યાં હતાં.શહેર અને નેશનલ હાઇવે નંબર.48 પર દુર દુર સુઘી ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને વાહન ચલાવવા માટે ભારે હાલાકી વેઠવી પડી હતી. આ વિસ્તાર ઔદ્યોગિક વસાહતોના કારણે વ્યસ્ત હાઇવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જ્યારે અમુક શહેરીજનોએ ગુલાબી ઠંડી અને ધુમ્મસની મઝા માણી હતી. જોકે ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.