Nari Prahar

News Website

ભરુચ: રિક્ષા ચાલકને માર મારવાના કેસમાં અસામજીક તત્વો વિરુદ્ધ કોર્ટનું કડક વલણ, ભરૂચ શહેર અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશબંધી

Views: 56
0 0

Read Time:2 Minute, 5 Second

ગુનાહિત કાવતરું રચીને બંબુસરના રિક્ષા ચાલક ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડનાર આરોપીઓને ભરૂચ કોર્ટે કોર્ટમાં હાજર રહેવા સિવાય ભરૂચ શહેરની અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશબંધી ફરમાવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ગત તારીખ તારીખ ૧૦/૧૦/૨૦૨૩ ના રોજ ભરૂચ તાલુકાના બંબુસર ગામના રિક્ષા ચાલક સઈદ સુલેમાન પટેલ ઉપર નબીપુર ચોકડી ઉપર આરોપીઓએ જીવલેણ હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સદર બનાવ સંદર્ભે ગુનાહિત કાવતરું ઘડનારા બંબુસર ગામના ફરીદ યુસુફ વલી પટેલ અને હુમલાખોર શેર મહંમદ સિંધી અને અન્ય આરોપીઓની ધરપકડ બાદ ભરૂચના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઘાસુરા સાહેબની કોર્ટ દ્વારા શરતોને આધીન આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ હતા. જે હુકમને સઈદ સુલેમાન પટેલે ભરૂચના સેશન્સ જજ સાહેબની કોર્ટમાં પડકારતા ગુનાની ગંભીરતા તેમજ સઇદ પટેલ ના એડવોકેટ પરેશ ગોડીગજબાર ની દલીલો ધ્યાને રાખીને ભરૂચના ત્રીજા એડિશનલ સેશન્સ જજ એજાઝ મોહસીન અલી શેખ સાહેબે ઉપરોક્ત ગુનાના આરોપીઓએ સદર ગુનાના કામે ફરિયાદીની જુબાની ન થાય ત્યાં સુધી કેસની ટ્રાયલ દરમ્યાન કોર્ટમાં હાજર રહેવા સિવાય ભરૂચ શહેરની અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશ કરવો નહીં તેવી વધારાની શરત લાદતા ગંભીર ગુનાઓ આચરતા આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %