Nari Prahar

News Website

જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જાહેર સેવા આયોગની પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

Views: 52
0 0

Read Time:4 Minute, 13 Second

******૦૭ મી જાન્યુઆરી ૨૦૨૪ રોજ યોજાનાર પરીક્ષામા ૧૬ પરીક્ષા કેન્દ્રો અને ૧૫૬ બ્લોક ઉપર ૩૭૨૨ ઉમેદવારો હાજરી આપશે**** *ભરૂચ જિલ્લામાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા-૧ અને વર્ગ-૨ તથા ગુ. નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે***** ભરૂચ – સોમવાર- ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ- ૧, ગુજરાત મુલ્કી સેવા- ૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ- ૨ની પ્રિલિમરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, કલેક્ટર શ્રી તુષાર સુમેરા દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ- ૧, ગુજરાત મુલ્કી સેવા- ૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ- ૨ની પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરી હતી. તેમણે લાઈઝનીંગ અધિકારીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં આગામી ૦૭ મી જાન્યુઆરી ૨૦૨૪ રોજ પ્રિલિમરી પરીક્ષા યોજાશે. જિલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, અને આરોગ્ય અધિકારીશ્રી દ્વારા થતી કામગીરી, તથા પરીક્ષા માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની, તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુરૂપે ભૌતિક અને આનુષંગિક તમામ વ્યવસ્થા જળવાઈને પરીક્ષા યોજાય તે માટેના તમામ પ્રકારના જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા. આ મિંટીંગ દરમ્યાન ઉપસ્થિત તકેદારી અધિકારીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ, કેન્દ્ર નિયામક, વગેરેને પરિક્ષા પહેલા, પરિક્ષા બાદ તેમજ પરીક્ષા દરમ્યાન રાખવાની તકેદારીઓ,ફરજો વગેરે જેવી તમામ કાર્યપધ્ધતિઓની શિક્ષણ વિભાગના શિક્ષણ નિરીક્ષક શ્રી દીવ્યેશભાઈ પરમાર દ્નારા તાલીમ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ : ૦૦ થી બપોરે ૦૧: ૦૦ કલાકે અને ૩: ૦૦ થી ૦૬: ૦૦ એમ બે ભાગમાં પ્રશ્નપત્ર -૧ અને પ્રશ્નપત્ર -૨માં, કુલ ૧૬ પરીક્ષા કેન્દ્રો અને ૧૫૬ બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે તેમજ જિલ્લામાં કુલ ૩૭૨૨ ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાંધલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, સહિત સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ સમિતીના સભ્યો, શાળા સંચાલકો ઉપસ્થિત રહી પરીક્ષા સુચારૂરીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. ****

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %