પાટણ જિલ્લાના સિદ્ધપુર મિત્રમંડળ સેવા સમિતિ દ્વારા અંબાજી પદયાત્રીઓ ની છેલ્લા 21 વર્ષથી મેડીકલ સેવાઓ તેમજ માલિશ અને ઠંડા કુલ પાવડર માં પગ રાખવાથી થાક ઉતરી જાય છે સાથે ભોજન પ્રસાદ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છેભાદરવી પૂનમ ના અંબાજી ખાતે ભરાતા મીની કુંભમેળામાં લાખો ની સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા યાત્રા સંઘ લઈને માતાજીની રથ સાથે ભક્તિ મય બની બોલ મારી અંબે જય જય અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે ના ગગન ભેગી નાદ વચ્ચે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અંબાજીના માર્ગ પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તે માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો કાર્યરત બનાવવામાં આવ્યા છે સિદ્ધપુર મિત્ર મંડળ સેવા સમિતિ દ્વારા અંબાજી ચાલતા પગપાળા યાત્રાળુંઓ માટે 21 વર્ષ થી મેડીકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે પદયાત્રીઓ આ મેડીકલ સેવા કેમ્પનો હજારો ભાવી ભક્તો લાભ લઇ રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં સિદ્ધપુર મિત્ર મંડળ સેવા સમિતિના સભ્યો સાથે દાતાશ્રીઓ તેમજ પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય પાટણ જિલ્લા પત્રકાર મિત્રો સિદ્ધપુર ના અગ્રણીઓ. સહિતના સેવાભાવી યુવા કાર્યકર્તાઓ પણ અંબાજી જતા પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે
અહેવાલ . કમલેશ પટેલ . પાટણ





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.