અંકલેશ્વરના પિરામણ ગામે સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી; તેમના સેવાના કાર્યોને યાદ કર્યા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વરના પીરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા અહેમદ પટેલના કબર પર ફૂલ ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ સમયે તેમની સાથે તેમના પુત્ર ફૈઝલ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોએ પણ હાજર રહીને કબર ઉપર પુષ્પાંજલિ અર્પી હતી.સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગીય અહેમદ પટેલે જિલ્લાના વિકાસ કરીને છેવાડાના માનવી સુધી સેવાની સુવાસ ફેલાવી છે. ત્યારે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમના માદરે વતન પીરામણ ગામમાં આવેલા કબ્રસ્તાન ખાતે તેમની કબર પર પર પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, તેમજ પ્રદેશ મોવડી મંડળના રોહન ગુપ્તા, શૈલેષ પરમાર, ઇન્દ્રવિજય ગોહિલ, મર્હુમ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા સહિત આગેવાનો ઉપસ્થિત રહી તેમની મઝાર પર ફૂલોની ચાદર ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.