નબીપુર પોલીસે ભરુચના શાહપુરા તરફ જવાની ચોકડી પાસે ચોરીની બાઇક સાથે એક ઇસમને 85 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ અનડિટેક મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા આણે અટકાવવા માટે આપેલ સૂચનાને આધારે નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ કે.એમ.ચૌધરી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ બે મહિના પહેલા નિકોરા ગામથી ચોરી થયેલ મોટર સાયકલ જી.જે.16.સી.ક્યૂ-2686 લઈ એક ઈસમ નાંદ ગામના મેળામાં આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે શાહપુરા તરફ જવાની ચોકડી પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી બાઈકના જરૂરી કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ઇ-ગુજકોપ અને પોકેટ કોપમા મોટર સાયકલ નંબર સર્ચ કરતા તે ચોરીની હોવાનું માલૂમ પડતાં પોલીસે ઝડપાયેલ ઇસમની પૂછપરછ કરતાં નવ મહિના પહેલા નિકોરા ગામેથી બીજી એક મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત કરતા પોલીસે નિકોરા ગામના હરસિધ્ધી ફળીયામાં રહેતો ગૌરવકુમાર કનુભાઇ માછી પટેલને ઝડપી પાડી બંને ચોરી થયેલ બાઇક મળી કુલ 85 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.