Nari Prahar

News Website

અંકલેશ્વરના અવાદર ગામ નજીક ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠલવતા ત્રણ ઈસમો ઝડપાયા; GPCBએ કેમિકલ વેસ્ટના નમુના લઈ તપાસ અર્થે મોકલ્યા

Views: 150
0 0

Read Time:1 Minute, 57 Second

કેમિકલ વેસ્ટ ઠલવતા આરોપીઓ ઝડપાયા:

અંકલેશ્વરના અવાદર ગામ નજીક માર્ગની બાજુમાં આવેલી ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવવાનું કૃત્ય પ્રકાશમાં આવ્યું હતું. ભરૂચ એલસીબી પોલીસની ટીમે ટેન્કર સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે જીપીસીબીની ટીમે વેસ્ટના નમૂના લઇ પૃથકરણ માટે મોકલવામાં આવ્યા હતાં.ભરૂચ એલસીબીની ટીમ આજ રોજ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને દઢાલથી ઝઘડીયા જીઆઇડીસીમાં પેપ્સી કંપની તરફ જતા માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે. માહિતીના આધારે પોલીસે રેડ કરતા નાગદાના યોગેન્દ્ર સિંહ રાજેન્દ્ર સિંહ રાજપૂત, ધ્રુવ મનોજ મીના તેમજ વડોદરાના શિનોરના અનિલ રામજીભાઈ વસાવાને ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ખાડીમાં ઠાલવતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.આ કેમિકલ વેસ્ટ અંગે વધુ પૂછપરછ કરતા મધ્યપ્રદેશના નાગદાના મનોજ મીનાના કહેવાથી ઝઘડીયા GIDCના વી.આર.ઇન્ડસ્ટ્રીઝમાંથી ભર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મદદ મેળવી ટીમે કેમિકલ વેસ્ટના નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલી આપી જરૂરી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેન્કર કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરી હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %