ભરૂચના થામ ગામેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડ 7 મહિનાથી વોન્ટેડ અપહરણકારને ઝડપી પાડ્યો હતો, તેમજ આરોપીના કબજામાંથી અપહ્યુત બાલિકાને છોડાવી હતી.ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલની સીધી સુચના મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસ ઇન્સ્પેકટર એન.એસ.વસાવાએ ટીમ બનાવી અપહરણ તથા પોક્સો એક્ટના ગુનાના નાસતા ફરતા આરોપીઓને શોધી રહ્યા હતા. AHTU પોલીસ ટીમના ASI કનકસિંહ એસ.ગઢવીને અંગત બાતમીદારથી બાતમી મેળવી હતી.આરોપી તથા ભોગબનનાર થામ ગામ ખાતે હોય જેથી ટીમ થામ ગામ વિસ્તાર આસપાસમાં પેટ્રોલીંગમાં ગોઠવાઈ હતી. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના આરોપી રાજપારડીના સદ્દામ હુસેન ઉર્ફે કાલુ જીણાસા મુસ્લીમ દિવાન છેલ્લા સાત માસથી નાસતો ફરતો હતો. જેને ભોગબનનાર બાલીકા સાથે થામ ગામથી શોધી લાવી હાલ હસ્તગત કરાયો છે. જેની આગળની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પી.આઈ. ને સોપવામાં આવેલ છે .
7 મહિનાથી વોન્ટેડ આરોપી ઝડપાયો:ભરૂચમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડે પોક્સો અને અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો
Views: 150

Read Time:1 Minute, 24 Second





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.