કોર્પોરેટરનો અનોખો વિરોધ પ્રદર્શન:અંકલેશ્વરમાં નગરપાલિકાના સભ્યએ બિસ્માર માર્ગ પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, અનેક રજૂઆતો કરવા છતાંય માર્ગ ન બનતા અનોખો વિરોધ નોંધાવ્યો
અંકલેશ્વર નગરપાલિકાના કોર્પોરેટરે પોતાનો જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમના વિસ્તારનો માર્ગ બનાવવા માટે અનેક વખતે રજૂઆતો કરી હોવા છતાંય માર્ગ નહિં બનતા જાહેર માર્ગ પર કેક કાપી જન્મદિવસ ઉજવી પાલિકા સામે વિરોધ નોધાવ્યો હતો.અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8 ના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલો જાહેરમાર્ગ ખાડાઓના કારણે બિસ્માર બન્યો છે. જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સમનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અહિયાં વિસ્તારમાંથી અપક્ષમાંથી ચૂંટાયેલા પાલિકા સભ્ય બક્કો પટેલ અને સ્થાનિક રહીશો.દ્વારા આ માર્ગ બનાવવા માટે નગરપાલિકામાં અનેક વખતે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાંય આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે આજરોજ પાલિકા સભ્ય બક્કા પટેલે પોતાના જન્મદીવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે જન્મદિવસ નિમિત્તે આ જાહેરમાર્ગ પર કેક કાપીને પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. જેથી પાલિકાનું તંત્ર જાગીને આ માર્ગ બનાવી દે તેવી માગ કરાઈ છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.