ભરૂચમાં બંટી અને બબલીની જોડીએ પ્રીતમ નગર SBI બેંક નજીક વિધવા મહિલાની તકલીફ દુર કરવાના નામે સોનાની ચેઇન, બંગડી અને વીંટી કઢાવી લઈ પોણા બે લાખની છેતરપીંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભરૂચની નવજીવન સ્કૂલ પાછળ રહેતા મંજુબેન રમેશભાઈ રાજપૂત વિધવા હોય પતિના પેન્શન પર ગુજારો કરે છે. સોમવારે તેઓ શાકભાજી લેવા નિકળા હતા ત્યારે પ્રીતમ નગર SBI બેંક પાસે એક અજાણ્યો પુરૂષ તેમની પાસે આવ્યો હતો.વિધવા મહિલાને હરિદ્વારથી આવું છું કહી કોઈ ડૉક્ટરનું સરનામું પૂછ્યું હતું. મહિલા કઈ સમજે કે વિચારે તે પેહલા આ ઠગ ઢોંગી મંત્રોચ્ચારો બોલવા લાગ્યો હતો.એટલી વારમાં જ ઠગ સાથે મળેલી અન્ય મહિલા આવી હતી. જેને પણ હરિદ્વાર થી આવું છું કહી કઈ તકલીફ હોય તો કહેવા કહ્યું હતું.આ ભેજાબાજને તેની સાથે જ સામીલ બીજી મહિલાએ મારા પતિ પથારી વશ હોવાનું કેહતા ઠગે તું ઘરે જશે ત્યાં સુધીમાં પતિ સાજા થઈ જશે. તેમ કહી વિધવા અને તેની સાથે રહેલી પોતાની સાગરીત મહિલા પાસે પાકિટમાં જણસો મુકાવી હતી.અને પાંચ થાંભલા સુધી વિધવા મહિલાને ચાલવા કહ્યું હતું. વિધવા 3 થાંભલા સુધી ચાલી પાછળ જોતા જ આ ઠગ બંટી અને બબલીની જોડી વિધવા મહિલાએ પાકિટમાં કાઢીને આપેલ સોનાની ચેઇન, બે બંગડી અને વીંટી મળી પોણા 2 લાખના મત્તાના દાગીના લઈ ગાયબ થઈ ગયા હતા. પોતાની સાથે ઠગાઈ અંગે સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસ આ ઠગ બંટી બબલીની જોડીને શોધી રહી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.