ભરૂચ એલસીબીએ જંબુસરથી કાવી રોડ ઉપર આવેલ દહેગામ ગામની સીમમાં ખેતરમાં બનાવેલ મકાનની છત ઉપર જુગાર રમતા ચાર જુગારીયાઓને 1.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે એક ફરાર થઇ ગયો હતો.ભરૂચ એલસીબીનો સ્ટાફ જંબુસર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, જંબુસરથી કાવી જતા રોડ ઉપર આવેલ દહેગામની સીમમાં ખેતરમાં બનાવેલ પાકા મકાનની છત ઉપર જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 18 હજાર અને ચાર બાઈક મળી કુલ 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા જુગારી સુલેમાન ઇસ્માઇલ પટેલ,સઇદ ફતેસંગ મલેક અને સલીમ ઉદેસંગ રાજ,વાઘજીભાઇ ધુળાભાઇ ઠાકોરને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક જુગારી ફરાર થઇ ગયો હતો.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.