ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વરના GIDC વિસ્તારના મારુતિધામ-2માં રહેતા એક વ્યકતિ પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ નંગ 5 મળીને કુલ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એસઓજીએ એક આરોપીને ઝડપી અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચ SOGના પીઆઈ એ.વી.પાણમીયા અને તેમની ટીમ અંકલેશ્વરના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે સમયે ASI કનકસિંહ હમીરસિંહને માહિતી મળી હતી કે, અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલી મારુતિધામ-2ના મકાન નંબર 198માં રહેતા બબલુકુમાર નરેશ મંડલ નામના ઇસમે તેના મકાનમાં પિસ્તલ સંતાડી છે. જેથી ટીમે માહીતીના આધારે પંચોની રૂબરૂ રેડ કરી હતી. આ સમયે મકાનમાં બબલુકુમાર નરેશ મંડલ મળી આવ્યો હતો. તેના રૂમની તલાસી લેતા અંદર પોલીસને કઇપણ હાથ લાગ્યું ન હતું.જોકે પોલીસને મળેલી માહિતી પાક્કી હોવાના કારણે ટીમે મહેનત કરીને વધુ તલાસ કરતા તેના મકાનની બહાર આવેલા બાથરૂમની બાજુમાં મુકેલા લાકડાં હટાવી જોતા ત્યાંથી ટીમને એક થેલીમાંથી એક નંગ પિસ્તલ કિંમત રૂ.25 હજાર, પાંચ નંગ જીવતા કારતૂસ કિંમત રૂ. 500 અને એક નંગ મોબાઈલ કિંમત રૂ. 500 મળીને કુલ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે અંકલેશ્વર GIDCમાં ફરિયાદ દાખલ કરી આરોપી બબલુ કુમાર મંડલ વિરુદ્ધ ગુનો નોંધી વોન્ટેડ આરોપી મુકેશ વાસુદેવ મંડલને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.જ્યારે હથિયાર અંગે આરોપી બબલુકુમારને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, આ હથિયાર 15 દિવસ પહેલા વોન્ટેડ આરોપી મુકેશ વાસુદેવ મંડલ બિહારથી લઈને મારા ઘરે આવ્યો હતો. આ હથિયાર તેઓ કોઈ ગ્રાહક મળે તો વેચવાનું હતું. જોકે આ હથિયાર તેના રૂમમાં નહીં મુકવાની ના પાડી બહાર મુકવા જણાવ્યું હતું. જેથી તેઓએ બંનેએ આ હથિયાર બાથરૂમની બાજુમાં લાકડાંની નીચે સંતાડ્યો હતો. આ હથિયાર વેચવા હું અને મુકેશ બંને ગ્રાહકની તલાસમાં હતા, પરંતુ કોઈ ગ્રાહક મળ્યો ન હતો.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.