Nari Prahar

News Website

આંતરરાજ્ય વાહન ચોરી અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હતા બંને આરોપીઓ; પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

Views: 132
0 0

Read Time:2 Minute, 15 Second

ભરૂચ જિલ્લા સહિત આંતરરાજ્ય વાહન ચોરી અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા મધ્ય પ્રદેશની કુખ્યાત ઘરફોડ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીની અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.સુરત એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સુરત શહેર, ઉમરા, મહિધરપુરા, અડાજણ અને પુણા સહિત 10 જેટલા વાહનચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે સુરત એલસીબીએ ઇન્દોર પોલીસની મદદ વડે એરપોર્ટ રોડ ઉપર આવેલા ધર્મરાજ કોલોનીમાં રહેતો મધ્ય પ્રદેશનો કૂખ્યાત ઘરફોડ ગેંગનો મુખ્ય સુત્રધાર જગદીશ ઉર્ફે કૈલાસ જગ્ગા ઉર્ફે શ્યામ ચૌહાણ તેના સાગરિત સંજય ઉર્ફે હેમંત ઉર્ફે બલ્લુ રમેશ કોલીને ઝડપી પાડી સુરત ખાતે લઇ આવ્યા હતા.જે બંને આરોપીઓની પુછપરછ કરતા અંકલેશ્વર શહેર અને બી-ડિવિઝનમાં વાહન ચોરીના 3 અને ઘરફોડ ચોરીના સાત ગુનામાં સંડોવાયેલ હોવાની કબુલાત કરતા એલસીબીએ અંકલેશ્વર બી-ડિવિઝનનો સંપર્ક કરતા બી-ડિવિઝન પોલીસે બંને આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય સુત્રધાર જગદીશ ચૌહાણએ અંકલેશ્વર, ભરૂચ, મધ્ય પ્રદેશ અને સુરત, વલસાડ તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર સહિત અલગ અલગ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના 35 જેટલા ગુનામાં સંડોવાયેલો છે. જયારે સંજય કોલી ભરૂચ-અંકલેશ્વર સહિત 23 ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %