ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે પાણીની ટાંકી સામે હાઇસ્કૂલની દિવાલ પાસે જાહેરમાં જુગાર રમતાં જુગારિયાઓને ઝડપી પાડવા પાલેજ પોલીસે દરડો પાડ્યો હતો. જોકે, ચાર જુગારિયા ઝડપાઇ ગયાં હતાં. જ્યારે 4 જણા નાસી ગયાં હતાં. પોલીસે જુગારિયાઓ પાસેથી રોકડા 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારિયા ગામે આવેલી પાણીની ટાંકી સામે હાઇસ્કૂલની દિવાલને અડીને કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
જોકે, ટીમે જુગાર રમતાં મકસુદ અહેમદ પટેલ, મોસિન અનાયત લાલન, અબ્દુલ દાઉદ બસેરી તેમજ બાબુ મુસા ખાંધીયા નામના ચાર શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. હતાં. જ્યારે પોલીસને ચકમો આપીને હનિફ ઉર્ફે બાપુ મજીદ ઉમટા, જગદિશ નગીન વાળંદ, ફૈઝલ ઉર્ફે ટપ્પુ ઇનાયત બાબરિયા તેમજ શબ્બીર ઇસ્માઇલ બાબરિયા ઘટના સ્થળેથી નાસી છુટ્યાં હતાં. પોલીસે ઝડપાયેલાં આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 14 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.