Nari Prahar

News Website

અંકલેશ્વરમાં યુવા નિધિ કંપનીમાં રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી 29 લાખની છેતરપિંડી, બેંકના એમડી સહીત ચાર વિરુદ્ધ ફરિયાદ

Views: 76
0 0

Read Time:2 Minute, 41 Second

અંકલેશ્વરમાં યુવા નિધિ કંપનીમાં રોકરણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી રૂપિયા 29 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે બેંકના એમડી સહીત ચાર ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આર.બી.આઈ.ની મંજૂરી લઈ યુવા નિધિ કંપનીના એમ.ડી. અતુલકુમાર સિંઘ રાજપુત, ડેપ્યુટી એમ.ડી. શુશીલ શ્રીવાસ્તવનાએ ફાયનાન્સની કંપની ખોલી હતી. આ ભેજાબાજોએ નઈ સોચ, નઈ રાહ હેઠળ સેવિંગ, ડેઇલી, મંથલી તથા ફીક્સ ડીપોઝીટ 1 થી 5 વર્ષ સુધીના બેંકર તરીકે સમગ્ર ગુજરાતમાં ઓથોરીટી મેળવી હતી.અમદાવાદ ખાતે હેડ ઓફીસ શરુ કરી ગુજરાતના અનેક શહેરોમાં બ્રાન્ચ ઓફીસ ખોલી હતી. જે પૈકી અંકલેશ્વર શહેર ખાતે ઓ.એન.જી.સી ત્રણ રસ્તા સર્કલ કુબેર પ્લાઝમાં બીજા માળે યુવા નિધિ કંપની લીમીટેડની બ્રાન્ચ ઓફીસ કાર્યરત કરી હતી. જેમાં અંકલેશ્વર ખાતે જનરલ મેનેજર તરીકે રફીક અબ્દુલ મજીદ મલેક, મેનેજર તરીકે તેનો પુત્ર જાવીદ રફીક મલેકને નિમણુંક આપી હતી.આ રફીક અબ્દુલ મલેક અને જાવીદ રફીક મલેકે હવેલી ફળિયામાં રહેતા સુરૈયા હનીફ શેખ તેમજ અન્ય રોકાણકારોને વધુ વ્યાજની લાલચ આપી રોકાણના રૂપિયાની જવાબદારી લઇ ફરીયાદી પાસે ટુકડે ટુકડે કુલ 29 લાખની ફીક્સ ડીપોઝીટ કરાવી હતી. જે પાકતી મુદ્દતે મુળ રકમ, વ્યાજ પરત નહીં આપી અને અંકલેશ્વરની ઓફીસ બંધ કરી દઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જેથી કંપનીના એમ.ડી. અતુલકુમાર સિંઘ રાજપુત તથા ડેપ્યુટી એમ.ડી. શુશીલ શ્રી વાસ્તવ, અંકલેશ્વર બ્રાન્ચના જનરલ મેનેજર રફીક અબ્દુલ મજીદ મલેક તથા મેનેજર જાવીદ રફીક મલેક સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવી છે. વિધવાને વર્ષ 2017માં કામરેજની જમીન વેચાતા રૂપિયા 50 લાખ આવ્યા હતા. જેમાંથી તેઓએ આ રોકાણ કર્યું હતું.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %