અમદાવાદથી કેવડિયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન શરૂ કરવામાં આવ્યો હતો, જે હવે બંધ થવાના આરે છે. આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી કોઈપણ એજન્સી આ પ્રોજેક્ટને ચલાવવા તૈયાર નથી. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેઇન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું, એ બાદ પરત ફર્યું નથી. આ સેવા ફરી ક્યારે શરૂ થશે એ અંગે પણ હજુ કોઈ માહિતી નથી.સી-પ્લેનને મેઇન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી સી-પ્લેન પરત નથી ફર્યું. દેશમાં સૌપ્રથમ સી-પ્લેન સેવા પ્રારંભ કરવાનું ગૌરવ ગુજરાત ચોક્કસથી લઈ શકે છે, પરંતુ આ સેવાના પ્રારંભ બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે.રાજ્ય સરકારે સી-પ્લેન સેવા એક સહેલાણી આકર્ષણ તરીકે શરૂ કરી હતી અને એનો હેતુ ઉમદા હતો કે આપણા જળમાર્ગોનો ઉપયોગ વધે, પરંતુ આ સેવામાં વારંવાર વિધ્ન આવ્યા હોવાથી સરકારે સી-પ્લેન પ્રોજેક્ટને જ હાલ હોલ્ડ પર મૂકી દીધો હોય એવું લાગી રહ્યું છે. સી-પ્લેનને મેઇન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી એ પરત નથી ફર્યું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.