Nari Prahar

News Website

સુરત જિલ્લાના માંડવી તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી

Views: 103
0 0

Read Time:2 Minute, 42 Second

• પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ પદે ઈશ્વર ભાઈ સોલંકીની વરણી કરાઈ

પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તા.૦૫/૦૬૨૦૨૨ ને રવિવારના રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં, જિલ્લા પ્રમુખ સુરત હકીમભાઈ વાના , જિલ્લા ઉપ પ્રમુખ સુરત મનોજ ભાઈ બ્રંભટ સુરત જિલ્લા ઉપ પ્રમુખ યોગેશ ભાઈ ચોપારે.ઉપપ્રમુખ દીપક ભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.પત્રકાર એકતા પરિષદની રૂપરેખા રજૂ કરતાં જિલ્લા પ્રમુખ હકિમભાઈ વાના એ જણાવ્યું હતું કે,ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.હાજર ઉપસ્થિત મહાનુભવોએ સંગઠનમાં જોડાવાથી થતાં ફાયદાઓ અને સંગઠનની તાકાત વિશે વિસ્તારથી સમજૂતી આપી હતી. આજના સમયમાં સંગઠન શક્તિ એ જ સર્વોપરિ છે. જેથી વધુને વધુ પત્રકારો આપણા સંગઠનમાં જોડાય તે માટે પ્રેરિત કર્યા હતા.માંડવી તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે શ્રી ઈશ્વર ભાઈ સોલંકી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને સૌ કોઈએ હર્ષ અને તાળીઓ સાથે વધાવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે શ્રી મનીષભાઈ સોલંકીની નિમણૂંક કરાઈ હતી. જ્યારે મહામંત્રીપદે હિતેશ ભાઈ પટેલની મંત્રી તરીકે સુરેંશિહ સોલંકી જ્યારે સહમંત્રી ચેતન ચોધરી જ્યારે ખજાનચી તરીકે જીતેન્દ્ર સોલંકી અને આઇટી સેલમાં નિકુંજ ચોધરીની નિમણૂંક કરાઈ હતી નવા વરાયેલા તમામ હોદેદારોએ એકમતે પત્રકાર એકતા પરિષદને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %