ભાવનગરમાં રાજયકક્ષાની અંડર 14 કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહેનોની 8 અને ભાઈઓની 6 ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભાવનગર ગ્રામ્ય અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર સંચાલિત રાજ્યકક્ષાની અંડર 14 કબડ્ડી સ્પર્ધામાં બહેનોમાં ગીર સોમનાથ અને ભાઈઓમાં ભરૂચની ટીમ ચેમ્પિયન થઈ હતી. ભાવનગર શહેરના માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ત્રણ દિવસીય રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના અલગ-અલગ ચાર પ્રદેશોમાંથી વિજેતાઓની બે ટીમો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા આવી હતી. જેમાં જિલ્લાઓમાંથી આવેલી બહેનોની ટીમોમાં ડાંગ, મહેસાણા, ગીરસોમનાથ, વડોદરા શહેર, તાપી, બનાસકાંઠા, બોટાદ અને કચ્છ જિલ્લાઓની ટીમ રમવા આવી હતી. જ્યારે ભાઈઓની ભરૂચ, મહેસાણા, ભાવનગર, આણંદ, અમદાવાદ શહેર તથા અમરેલીમાંથી અંડર 14 કબડ્ડી સ્પર્ધા રમવા આવી હતી. બહેનોની 8 ટીમો તથા ભાઈઓની 6 ટીમો આવી હતી. આજરોજ અંડર 14 ભાઈઓ-બહેનોની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં બહેનોમાં તાપી અને ગીરસોમનાથની ટીમ વચ્ચે ભારે રસાકસી થઈ હતી. જેમાથી ગીર સોમનાથની ટીમનો વિજય થયો હતો, જ્યારે ભાઈઓમાં ભરૂચ અને વડોદરા શહેરની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાથી ભરૂચની ટીમ વિજેતા થઈ હતી. આમ, ભાઈઓ-બેહનોમાં વિજેતા બંને ટીમોને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ ભાવનગર જિલ્લાના રમત-ગમત અધિકારી સીમા ગાંધીએ જણાવ્યું હતું.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.