આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે ત્યાં નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવવામાં આવશે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જાહેરાત કરાઈ કે, રાજ્યમાં અનેક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ છે. ડેમો ભરાયા છે.તો ક્યાંક ડેમ ઓવરફલો થયા છે. નદીકાંઠાના વિસ્તારોમાં પાણીને કારણે ઘોવાયા છે. આ અંગે અલગ અલગ વિસ્તારોમાંથી રજૂઆતો સરકારને મળી છે,
સરકારે પણ જળસંપત્તિ કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદો આવી છે તે પ્રમાણે સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. નુકસાનીના અંદાજો પ્રાથમિક સર્વેના અંદાજો આવશે તે પ્રમાણે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન મુજબ પાક કે જમીન ધોવાણનું હશે, પશુઓને નુકસાન થયું છે કે મૃત્યુ થયું છે, તે અહેવાલો મુજબ નુકસાનીનું વળતર આપવામાં આવશે. ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તે વિસ્તારોમાં સર્વે કરી નુકસાનીનું વળતર રાજ્ય સરકાર ચુકવવામાં આવશે તેમ રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું.





Average Rating
More Stories
જાણીતા લેખક ગઝલકાર અનવર બહાદરપુરવાલા, ઉર્ફે “બેબસ’ બહાદરપુરીનો આજે જન્મ દિવસ
દેવામાં ડૂબેલો પરિવાર સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરે તે પહેલા ઈસનપુર પોલીસ દેવદૂત બની પહોંચી! 8 લાખના દેવામાંથી મુક્ત કરાવવામાં પોલીસ કમિશ્નર જી એસ મલિકે પણ મદદ કરી
વલણ ગામ પંચાયત ખાતે મહત્વપૂર્ણ મુલાકાત – M. I. Patelની સાર્થક મુલાકાત……