અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે રહેતા 27 વર્ષીય યુવાને કેબલ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા ભરૂચ નગરપાલિકા ફાયર ના જવાનો એ નર્મદા નદી માં શોધખોર શરુ કરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના માંડવા ગામ ના વાળંદ ફળીયા માં રહેતા 27 વર્ષીય ઝાકીર સઈદ મુલતાની એ કોઈક અગમ્ય કારણોસર નેશનલ હાઇવે નંબર 48 પર ના કેબલ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોત ની છલાંગ લગાવી હતી.જે અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ભરૂચ નગરપાલિકા ના ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ફાયર ના જવાનો દોડી આવ્યા હતા, અને ઝાકીર ના મૃતદેહને નર્મદા નદી માં શોધખોર શરુ કરી છે , જોકે હજી સુધી તેનો મૃતદેહ મળી આવ્યો ન હતો ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ શરુ કરી હતી,પોલીસને કેબલ બ્રિજ પરથી જાકીર ની બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા, જેના પરથી તેની ઓળખ કરવામાં આવી હતી શહેર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.