Nari Prahar

News Website

ટાંકણી ગામે પિકઅપમાંથી ખેરના લાકડા સાથે 1 ઝબ્બે, સાગબારા વન વિભાગે 1.90 લાખનો મુદ્દામાલ પકડ્યો

Views: 94
0 0

Read Time:1 Minute, 28 Second

સાગબારા રેંજનાં કાર્ય વિસ્તારમાં જંગલ ચોરીનાં લાકડા વાહતુક થવાનાં છે તેવી ગુપ્ત બાતમીનાં આધારે 6 મેં નાં રોજ સવારે 6 કલાકે નાકાબંધી કરતા એસ.વી.ચૌધરી રેંજ ફોરેસ્ટ ઓફિસર સાગબારા તથા યુ.બી.બીલ રાઉન્ડ ફોરેસ્ટર પાટલામહુ તથા એમ.એસ.સીતાપરા બીટ ગાર્ડ પાટલામહુ, એ.એસ.બારીયા બીટ ગાર્ડ મહુપાડા તેમજ રોજમદારો સાથે નાકાબંધી કરી હતી. તે દરમિયાન ટાંકણી ગામ પાસે ટાટા કંપનીની પીકઅપ વાન નં.જીજે-19-વી-8779 આવતા તેને અટકાવી તપાસ કરતા જંગલ ચોરીના તાજા હાથ ઘડતરીના ખેરના લાકડા મળી આવ્યા હતા.ટાટા કંપનીની પીકઅપ વાહન તથા મુદ્દામાલ ખેર નંગ-20 ઘનમીટર 0.958 તેમજ ચાર ગુનેગારો પૈકી ત્રણ ગુનેગાર નાસી છુટેલ અને એક ગુનેગાર વિનેશ વિજુ વસાવા રહે.બોરદા તા.સોનગઢ જિ.તાપીની અટક કરી રેંજ કચેરીએ લાવી જમા કર્યા હતા. મુદ્દામાલ તથા વાહન ની આશરે કિંમત 1.90 લાખ થાય છે. જેની કાયદેસરની કાર્યવાહી સાગબારા વન વિભાગની ટીમ કરી રહી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %