Nari Prahar

News Website

ઔદ્યોગિક નગરી ભરૂચ-અંકલેશ્વરને આખરે મળશે હવાઈ ઉડાન, આવતા મહિને ઉડીયન મંત્રી ખાતમુહુર્ત કરશે

Views: 98
0 0

Read Time:2 Minute, 57 Second

આગામી વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી કવાયત અને રાજકીય ઉથલપાથલ વચ્ચે પુનઃ એકવાર ભરૂચ જિલ્લા ને હવાઈ મુસાફરીનું સ્વપ્ન દેખાડવાની જાહેરાત કરવામાં આવી છે. દેશની નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલા ભરૂચ જિલ્લાના ચૂંટણી વર્ષમાં 30 વર્ષ બાદ હવાઈ ઉડાન ની સેવા મળી શકે છે. ઉડીયન મંત્રી પૂર્ણેશ મોદીએ મે મહિનામાં અંકલેશ્વરમાં એર સ્ટ્રીપ ભૂમિપૂજનની જાહેરાત કરી છે. જે ઉધોગોને કાર્ગો સેવા પૂરી પાડવામાં કારગર નીવડી શકે છે.અંકલેશ્વરમાં એર કનેક્ટિવિટી માટે વર્ષ 2002 માં 84 હેક્ટર જમીનની ફાળવણી થઇ હતી. જ્યાં ડિસેમ્બર 2021માં ગાંધીનગરથી વિધાનસભા હિસાબ સમિતિ આવી પહોંચી હતી. સ્થળ પર જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજી હતી. યોજના ત્રણ દાયકાથી વધુ સમય ગાળામાં કેમ ઘોંચમાં પડી તે અંગે માહિતી મેળવી 15 દિવસમાં આ અંગે રિપોર્ટ રજૂ કરવા સૂચન કર્યું હતું. અંકલેશ્વર તાલુકાના અમરપુરા થી માંડવા વચ્ચે હાઈવે ને અડીને આવેલ 84 હેક્ટર જમીનમાં વર્ષ 2002માં એરસ્ટ્રીપ સેવા શરૂ કરવા ગુજરાત સરકારે જાહેરાત કરી હતી.જમીન સંપાદન થયા બાદ અનેક વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી.જાહેર હિસાબ સમિતિની ટીમ માં ધારાસભ્ય પૂજા વંશ ની આગેવાની હેઠળ વિવિધ ધારાસભ્ય જોડાયા હતા. સાથે સમિતિ સભ્ય ધારાસભ્ય જીતુ સુખડિયા, આત્મારામ પરમાર, અભય જોશીયારા, ભગા બારડ, વિવેક પટેલ, બળદેવજી ઠાકોર, વિરજી ઠુમ્મર તેમજ સમિતિના સચિવ મેરામળ કંદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા એ અંકલેશ્વર ખાતે હવાઈ પટ્ટીની તેમજ જીઆઈડીસીના હોદ્દેદારો સાથે બેઠક યોજી કાર્યરત ઔધોગિક એકમોની જાણકારી મેળવી હતી.હવે ઉડીયન મંત્રી પૂર્ણેશ મોદી અંકલેશ્વરમાં આગામી મે મહિનામાં એર સ્ટ્રીપનું ભૂમિ પૂજન કરશે. ત્યારે ચૂંટણી વર્ષમાં આ માત્ર ખાતમુહૂર્ત પૂરતો સીમિત ન રહી વહેલી તકે એરસ્ટ્રીપ કાર્યરત થઈ કાર્ગો સેવાનો લાભ જિલ્લાના ઉધોગોને મળે તેવી આશા સેવી રહ્યા છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %