ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ , વડોદરા તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.લીના પાટીલ સાહેબનાઓ દ્વારા જીલ્લામાં પ્રોહી / જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદેશથી પ્રોહી / જુગારની પ્રવૃતિ ઉપર વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે , ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી બી.એન.સગર એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે ગે.કા.જુગારની બદ્દીઓ ડામવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા . આજરોજ ભરૂચ એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમીદાથી બાતમી મળેલ કે ભરૂચ શહેરમાં શીતલ સર્કલ ભરૂચ – અંકલેશ્વર બ્રીજ નીચે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો પોતાના આર્થિક ફાયદા સારૂ આંક ફરકનો હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે ભરૂચ એલ.સી.બી.ની ટીમ દ્વારા આંક કરકના જુગારની સફળ રેઈડ કરી બે આરોપીઓને રોકડા રૂપિયા તથા જુગાર રમવાના સાધનો સહીત કુલ મુદ્દામાલ કિંમત શૂ .૧૨,૫૦૦ / -સાથે ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “ સી ” ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે . આગામી દિવસોમાં પણ એલ.સી.બી. / ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા પ્રોહી / જુગારની પ્રવૃતીઓ ઉપર કડકાઇ પુર્વક કાર્યવાહી કરવા કટીબધ્ધ છે . પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) શકીલ અજગરભાઇ પટેલ હાલ રહેવાસી , ગોલ્ડન બ્રીજ નજીક આવેલ ઝુપડપટ્ટી ભરૂચ મુળ રહેવાસી ગામ : ખાનપુર દેહ નવી નગરી તા.જંબુસર જી.ભરૂચ ( ર ) રાહુલ વીનોદભાઇ વસાવા રહેવાસી સ્ટેશન રોડ રોટરી ક્લબની પાછળ ઝુપડપટ્ટી ભરૂચ પકડાયેલ મુદ્દામાલ ( ૧ ) આરોપીઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા ; ૪૮૦૦ / ( ૨ ) મોબાઈલ ફોન નંગ -૦૪ કિ.રૂ .૭૭૦૦ / ( 3 ) આંકડા લખેલ કાચી ચીઠ્ઠી નંગ -૦૪ કિ.રૂ , ૦૦ / ૦૦ ( ૪ ) બોલપેન નંગ -૦૩ કિ.રૂ .00 / 00 કુલ મુદામાલ : – કિ .૩.૧૨,૫૦૦ / કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ પો.સ.ઇ. એમ.એચ.વાઢેર તથા અ.હે.કો.સંજયભાઇ તથા પો.કો.તન્વીરભાઇ , પો.કો.ફીરોજભાઇ , દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે .
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.