જીબીયા અને એજીવીકાસ ની બનેલી સંયુક્ત સંકલન સમિતિ દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઇને જેટકો મેનેજમેન્ટને અપાયેલ હડતાલ ની નોટીસ અનુસંધાને જેટકો મેનેજમેન્ટ દ્વારા વડોદરા સ્થિત વડી કચેરી ખાતે સંકલન સમિતિ ના હોદ્દેદારો સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવેલ.મિટિંગમાં જેટકો મેનેજમેન્ટ દ્વારા જુનિયર એન્જિનિયર, વિદ્યુત સહાયક ની ભરતી માટે લેખિતમાં ખાતરી આપતા તથા અન્ય પ્રશ્નો માટે ટૂંક સમયમાં નિરાકરણ લાવવા સહમતી આપતા હાલ પૂરતી હડતાલ સ્થગિત રાખવા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા નિર્ણય લેવાયેલ છે. આવતીકાલ તારીખ 22મી ના માસ CL તથા આગળના કાર્યક્રમો હાલ પૂરતા સ્થગિત રાખવા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા નક્કી કરેલ છે. મિટિંગમાં જીબીયા તરફથી બી એમ શાહ સેક્રેટરી જનરલ, એ.આર.પ્રજાપતિ વાઇસ પ્રેસિડન્ટ તથા અન્ય સભ્યો હાજર રહેલ હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.