રાજપીપળા : રાજપીપળા ના મુખ્ય ગાર્ડના પ્રવેશ દ્વારે પાણીનું તળાવ ભરાતા નગરજનોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. સાથે સાથે પાણીનો પણ વેડફાટ જોવા મળે છે ત્યારે નવા વિકાસના કામોમાં વ્યસ્ત પાલિકા સત્તાધીશો નિયમિત સાફ સફાઈ સહિત અન્ય પાયાની સુવિધા બાબતે તકેદારી રાખે તેવી માંગ છેનર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતેના મુખ્ય ગાર્ડન કે જે લોકોના મનોરંજન માટે છે ત્યારે આ ગાર્ડનના પ્રવેશ દ્વારમાં રવિવારે સવારે ઘુંટણ સમું પાણી ભરાયેલા દ્રશ્યો જોઈ લોકો માં રોષ જોવા મળ્યો હતો ,હાલ પડી રહેલી આકરી ગરમીમાં બગીચામાં ઠંડક મેળવવા માટે ગાર્ડનમાં જતા બાળકો અને મહિલાઓ ત્યાં પાણી ભરેલું હોવાથી ગાર્ડનમાં પ્રવેશી શકતા નથી માટે પાણીનું તળાવ સત્વરે દૂર થાય એવી લોકોએ માંગણી કરી છે. બીજી બાજુ ભર ઉનાળે ગાર્ડન બગીચામાં પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ જેવા મળે છે માટે વિકાસ ઓવરફ્લો કે ગાંડો થાય તે પહેલાં પાલિકા તંત્ર પાળ બાંધી યોગ્ય સાફ સફાઈ સહિત ગાર્ડન લોકઉપયોગી બને તે તરફ ધ્યાન આપે તેવી માંગ છે.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.