આજે વર્લ્ડ હેરિટેજ ડે છે. કતપોર ગામે ‘બાઓબાબ’ નામનું હેરિટેજ વૃક્ષ આજે પણ હયાત છે. 2014-15 માં વન વિભાગ દ્વારા વૃક્ષને હેરિટેજ વૃક્ષ જાહેર કર્યું હતું હતું. અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા એનજીઓના અંકલેશ્વર ટ્રી વોચ હેઠળ “કલ્પવૃક્ષ પ્રોજેક્ટ” દ્વારા શહેરના વૃક્ષોને ઉગાડવા , તે પ્રત્યેની કાળજીઓ અને રેકોર્ડ્સ તેમજ સંશોધન કાર્યો કરવામાં આવી રહ્યું છે.હાંસોટ તાલુકાના કતપોર ગામ પાસે ખોડીયાર માતાના મંદિર નજીક એનજીઓના અમિતભાઈ રાણા અને હાર્દિકભાઈ પટેલ સભ્યએ રૂખડોના વૃક્ષની પુનઃ અધ્યયન શરુ કર્યું હતું.જેમાં આ વૃક્ષ ઘણું અને લાંબુ આયુષ્ય ધરાવે છે.2014-15માં વનવિભાગ દ્વ્રારા આ વૃક્ષને હેરિટેજ વૃક્ષ અથવા મહાવૃક્ષનો દરજ્જો આપ્યો છે. 500 વર્ષ પૂર્વે અરબ દેશ માંથી આવેલ વેપારી વૃક્ષની આ પ્રજાતિને ભારત લાવ્યા હતા.વૃક્ષમાં અંદર પાણીનો ભંડાર જોવા મળે છે.વૃક્ષનું ફળ કપિરાજની પ્રિય છે એટલે તેને મંકીબેડ ટ્રી તરીકે પણ ઓળખાય છે. આ વૃક્ષનું આયુષ્ય 1 હજાર વર્ષ માનવામાં આવે છે. તો આસ્થા ના પ્રતીક તરીકે રૂખડાં બાબા તરીકે પૂજાય છે. ચોરો ઝાડની બખોલમાં સંતાતા હોવાથી આને ચોર આંબલા તરીકે પણ ઓણખાય છે.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.