અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના નવી નગરી ફળિયામાં તસ્કરો એક મકાનને નિશાન બનાવી 15 તોલા સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા 15 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના નવી નગરી ફળિયામાં રહેતાં અંકિતાબેન અલ્પેશ પટેલના પતિ આજે શુક્રવારના રોજ વહેલી સવારે ફર્સ્ટ શિફ્ટમાં નોકરી પર જવા નીકળ્યા હતા. જેના બાદ તેઓ પોતાના ઘરના દરવાજાને તાળું મારી ઉપરના માળે બાળકો સાથે સુવા ગયા હતા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલા 15 તોલા સોનાના ઘરેણાં અને ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 15 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.