Nari Prahar

News Website

અંકલેશ્વરના ખરોડ ગામમાં ખાનગી જમીનમાં ખનીજ ચોરી, SDMએ એક કરોડનો દંડ ફટકાર્યો

Views: 80
0 0

Read Time:2 Minute, 0 Second

અંકલેશ્વર એસ.ડી.એમ નૈતીકા પટેલ દ્વારા સતત્ત બિન અધિકૃત પ્રવૃતિ ડામવા માટે અલગ અલગ સ્થળે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. જેમાં વધુ એક ઉમેરો કરતા ખરોડ ગામ ખાતે જમીન ખોદી માટી ખનન થતું હોવાની ચોક્કસ માહિતી મળતા ભરૂચ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર એસ.ડી.એમ નૈતીકા પટેલ દ્વારા પ્રથમ બે અલગ અલગ ટીમ બનાવી હતી. જેમાં હાંસોટ મામલતદાર તેમજ અંકલેશ્વર મામલતદાર ને સાથે લઇ પ્રથમ માટી જે સ્થળે થી ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યાં રેકી કરવા માં આવી હતી અને ત્યાં થી નીકળતા ડમ્પર નમો પણ પીછો કરવામાં આવ્યો હતો. જે પાનોલી જીઆઇડીસી ખાતે આવેલ ખુલ્લા બે પ્લોટ માં ખાલી કરી રહ્યા હતા.
બંને સ્થળે એક સાથે “ઓપરેશન ખનીજ ચોરી” કરતા ખરોડ સાઈડ પર થી ઓવર લોર્ડ ભરેલા 2 હાઇવા ડમ્પર તેમ હિટાચી મશીન જપ્ત કર્યું હતું. તેમજ સ્થળ તપાસ કરી પ્રાથમિક 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની તજવીજ શરુ કરી હતી તેમજ જરૂરી રિપોર્ટ કર્યો હતો. તેમજ પાનોલી માં ખુલ્લા પ્લોટ માં જ્યાં આ માટી નો સંગ્રહ કરવામાં આવતો હતો ત્યાં પણ અંદાજે 168 જેટલા ડમ્પર ખાલી કરેલ હોવાનું માલુમ પડ્યું હતું. પ્રાથમિક ભૂસ્તર વિભાગ ને સ્થળ પર માપણી કરી કેટલા પ્રમાણ માં માટી કાઢવામાં આવી છે. તેમજ પ્રાઇવેટ જમીન માં કરવામાં આવેલ આ ખોદકામ ની મજૂરી છે કે નહિ સહિતના મુદ્દા પર જરૂરી રિપોર્ટ કરવા તાકીદ કરી હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %