ભરૂચ ધારાસભ્ય અને નાયબ દંડકની બાળકો પ્રત્યે પ્રેમ અને આરોગ્ય સેવા પુનઃ એકવાર સામે આવી છે. અંકલેશ્વર સારંગપુરની 6 વર્ષીય મૂક-બધિર બાળકોને 2 લાખની કિંમતનું મશીન આપ્યું હતું. 6 વર્ષની બાળકી બોલી અને સાંભળતી થઇ છે. પિતા દ્વારા દીકરી માટે ગાંધીનગર થી લઇ અનેક સ્થળે રાંઝણપત કરી અંતે નાયબ દંડક દુષ્યંત પટેલ આગળ આવ્યા હતા. પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની બાળકી સારવાર માટે આર્થિક લાચાર બન્યું હતું.અંકલેશ્વરના સારંગપુરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રામેશ્વર સિંહની 6 વર્ષની દીકરી સાક્ષી સિંહ જન્મથી જ કાનની બહેરાશ તેમજ બોલી શકતી ન હતી, જેની અગાવ સારવાર પણ કરાવી અને મશીન મોકલાવ્યું હતું.જે મશીન નિષ્ફળ જતા વધુ સારવાર અને નવા આધુનિક મશીન ખરીદી શકે તેવી સ્થિતિમાં ન હોઈ માટે એક સામાજિક સંસ્થા વાત કરી હતી. સામાજિક સંસ્થાઓ પરિવારની મુલાકાત નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ નો સંપર્ક કર્યો હતો. નાયબ દંડક અને ધારાસભ્ય આ કેસમાં રસ દાખવી ગુજરાત સરકારને રજૂઆત કરી હતી.જે રજૂઆત સરકારે ધ્યાને લેતા રેર કેસમાં સરકારે રજૂઆત મંજુર કરતા 6 વર્ષની માસુમ સાક્ષી ને સહાય મળી હતી.જેનાથી તેને સારવાર કરાવી અને અંદાજે બે લાખથી વધુનું કાનની બહેરાશ દૂર કરવાનું મશીન સાક્ષી ને લગાવવામાં આવ્યું હતું. નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ ની રજૂઆતના પગલે આજે સાક્ષી સારવાર સફળ થતા અને કાને આધુનિક મશીન મૂકવા તે સાંભળીને બોલી શકતા હતા. સાક્ષીના પિતા ધર્મેન્દ્રસિંહ નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.