ભરૂચ રેલવે સ્ટેશનની ઐતિહાસિક ટાવર ઘડિયાળ ઇનર વ્હિલર ક્લબની 6 મહિનાની મહેનતે આજે 10 વર્ષ બાદ ફરી કાર્યરત થઈ છે. હવે શહેરીજનોને ટકોરા સાથે સાચા સમયની જાણ કરશે.ભારતનું બીજી પ્રાચીન શહેર ભરૂચની ઐતિહાસિક ઓળખ તેનું રેલવે સ્ટેશનનું ટાવર ઘડિયાળ હતું. જોકે 50થી 60 વર્ષ પહેલાં ટકોરા સાથે સમય સુચવતી રેલવે ટાવર ઘડિયાળનો અવાજ બંધ થઈ ગયો હતો. છેલ્લા 10 વર્ષથી આ ઘડિયાળ પણ બંધ થઈ ગઈ હતી. છ મહિના પહેલા ભરૂચની હેરીટેજ ઓળખને ફરી જીવંત કરવા ઇનર વ્હિલર કલબના પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રોજેકટ ચેરમેન પીલું બેન જિનવાલા અને તેમની ટીમે આ ભગીરથ કાર્ય ઉપાડી લીધું હતું.વેસ્ટન રેલવે સાથે 6 મહિનાથી ચાલતા પ્રસ્તાવ અને દોડધામ બાદ રેલવે ટાવર ઘડિયાળને ફરી શરૂ કરવા ગ્રીન સિગ્નલ મળી ગયો હતો. મુંબઈથી ટીમ બનાવી 6 ફૂટનો ડાયામીટર ધરાવતી ઘડિયાળનું ડાયલ જૂનું હેરિટેજ જ રાખી તેને ડિજિટલ જીપીએસ બેઝ કરાઈ હતી.ઘડિયાળ હવે 10 વર્ષ બાદ સાચો સમય બતાવવા સાથે દર 15 મિનિટે ટકોરા અને દર કલાકે ટન ટનનો અવાજ કરી ભરૂચમાં પોઝિટિવ ઉર્જા પણ પ્રસરાવશે. આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ટાવર ઘડિયાળનું લોકાર્પણ નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઇનર વ્હીલની ટીમ, ભરૂચ સ્ટેશન અધિક્ષક ડી.કે. રાજુલ સહિતની ઉપસ્થિતિમાં કરાયું હતું. રેલવે ટાવર ઘડિયાળનો લુક લંડનના બેન ટાવર ઘડિયાળ જોવો રાખવાનો પ્રયાસ કરાયો છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.