નર્મદા માં હવે સ્કૂલ-કોલેજો તમામ ચાલુ થઇ ગઈ છે.અને ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પણ ચાલુ છે. ત્યારે વિદ્યર્થીનીઓ ની છેડતી ના કિસ્સા ના બને એ માટે નર્મદા પોલીસે ડીવાયએસપી ચેતના એન ચૌધરીના નેતૃત્વમાં પીએસઆઇ કે.કે.પાઠક ના માર્ગદર્શન હેઠળ નિર્ભયા સ્કોટ સક્રિય બની.એક એન્ટી રોમિયો સ્કોર્ડની જેમ નિર્ભયા સ્કોર્ડ ની ટીમો એસટી બસ ડેપો, કરજણ ઓવરો, તમામ સ્કૂલોમાં ચેકીંગ ગોઠવ્યું અને શાળાએ જતી અને છૂટીને આવતી વિદ્યાર્થીનીઓને રક્ષણ પૂરું પાડી જે ડેપો અને સ્કૂલ બહાર ખોટા બેસી રહે અને આંટા ફેરા માર્યા કરે એવા યુવકોને પકડીને પૂછપરછ કરી સપાટો બોલાવ્યો હતો. છોકરીઓ નિર્ભયા સ્કોટ ની ટીમને જોઈને સુરક્ષિત મહેસુસ કરતી હતી.આ બાબતે પી.એસ.આઇ કે.કે.પાઠકે જણાવ્યું હતું કે હવે શાળાઓ કોલેજો શરૂઆત થઇ ગઈ છે ત્યારે છોકરીઓની છેડતીઓ ના કિસ્સા ના બને રોમિયો બની નવી બાઈકો લઈને છોકરીઓને પરેશાન કરતા અટકાવવા છોકરીઓ પાછળ આંટા મારતા યુવાનોને નિર્ભયા સ્કોર્ડની મારી મહિલા જવાનોએ પકડીને પાઠ ભણાવ્યા કડક સૂચનાઓ આપી હતી, નિર્ભયા સ્કોર્ડ ટીમને સ્કૂલ બહાર જોઈ ને કે ડેપો માં જોઈને દીકરીઓ જે ગામમાંથી ભણવા આવે છે તે એકદમ આવા રોમિયો થી પોતાને સુરક્ષિત હોવાનું માની રહી છે જેનો પણ અમને આનંદ છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.