Nari Prahar

News Website

પત્રકાર એકતા સંગઠનની પંચમહાલ જિલ્લાની મિટિંગ ગોધરા સર્કિટ હાઉસ ખાતે યોજાઇ

Views: 93
0 0

Read Time:4 Minute, 57 Second

*પત્રકાર એકતા સંગઠન*

પત્રકાર એકતા સંગઠનની પંચમહાલ જિલ્લાની મિટિંગ ગોધરા સર્કિટ હાઉસ ખાતે યોજાઇ ગઇ.

ગુજરાતભરના જિલ્લાઓ માં તાલુકા સાથેની કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર સંગઠન એટલે કે પત્રકાર એકતા સંગઠન ની પંચમહાલ જિલ્લાની નવીન કારોબારી ની રચના કરવા બેઠક યોજાઈ હતી.

આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા , પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ,પાલીતાણા થી પ્રદેશ અગ્રણી શ્રી ગીરવાનસિંહ સરવૈયા , પાલીતાણા થી આર.બી.રાઠોડ, મહેસાણાથી પ્રહલાદભાઈ ચૌહાણ, પ્રદેશ આઇ.ટી. સેલ અધ્યક્ષ સમીર બાવાણી તેમજ ઝોન ૯ પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન ૧૦ પ્રભારી પ્રદીપસિંહ સરવૈયા,ઝોન ૯ સહ પ્રભારી દિનેશભાઈ કલાલ , ઝોન ૧૦ સહ પ્રભારી નિલેશભાઈ પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સંસ્કૃતિ મુજબ કાર્યક્રમ ની શરૂઆત માં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

કાર્યક્રમ ની શરૂઆત પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે મર્હુમ સલીમભાઈ નાં એક વિચારથી સંગઠન ની સ્થાપના કરવામાં આવી અને પત્રકાર એકતા સંગઠન આ નામ પણ ગાંધીનગર ની પ્રથમ મિટિંગ સર્વાનુમતે રાખવામાં આવ્યું. ભારત નું લોકશાહી ઢબે કામ કરતું પત્રકાર સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન એકમાત્ર એવું સંગઠન છે જેની ગુજરાત નાં તમામ જિલ્લા અને તાલુકા માં કારોબારી છે. માત્ર નામનું નહિ પરંતુ કામનું કહી શકાય તેવું સંગઠન હાલ પત્રકારોનો આવાજ બની સરકાર સાથે વાટાઘાટ કરી અને પત્રકારો ને ન્યાય અપાવવા નાં પંથ પર ચાલી રહ્યું છે.

હાજર મંચસ્થ મહાનુભવો શ્રી ગીરવાનસિંહ સરવૈયા , આર.બી.રાઠોડ, પ્રહલાદભાઈ ચૌહાણ, પ્રદેશ આઇ.ટી. સેલ અધ્યક્ષ સમીર બાવાણી ભરતસિંહ રાઠોડ, પ્રદીપસિંહ સરવૈયા, દિનેશભાઈ કલાલ , નિલેશભાઈ પાઠક દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધન માં એકસુરે પત્રકારો ને એક થઈ અને સાથ સહકાર આપી સંગઠન નો વ્યાપ વધારવા અને પત્રકારો ને મજબૂત કરવા માટે સંગઠીત થવા આહવાન કર્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્દબોધન માં જણાવ્યું કે પત્રકાર એકતા સંગઠન હાલ સમગ્ર ગુજરાતના જિલ્લાઓ માં તાલુકાની કારોબારી સાથે કાર્યરત છે અને પત્રકારો નાં પ્રશ્નો ને વાચા આપવા તત્પર રહેતું એકમાત્ર સંગઠન સરકાર સાથે વાટાઘટો મારફત વિવિધ માંગણીઓ સ્વીકૃત કરાવી પત્રકારોની પાછલા વર્ષો ની છીનવાયેલ સુવિધાઓ પણ પરત અપાવવા થી ખુબ નજીક છે.

પત્રકાર એકતા સંગઠન ની કાર્યપદ્ધતિ મુજબ કાયદેસર ની ચટણી પ્રક્રિયા યોજી અને પ્રમુખ પદ માટે ઉમેદવારોના નામ ની દરખાસ્ત માગી હતી ત્યારે પ્રમુખ પદ માટે દાવેદાર તરીકે ઇમરાન ભાઈ તેતારા , ઇસ્માઇલભાઇ ઝભા અને ભાનુભાઇ પરમારે દાવેદારી નોંધાવી હતી.જેમાં બહુમતી થતા ૨૧ મતો થી જીતી ઇસ્માઇલભાઇ ઝભા સર્વાનુમતે પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા સંગઠન નાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

વિવિધ હોદ્દા ની દરખાસ્ત મંગાવી સર્વાનુંમતે ઉપપ્રમુખ તરીકે બી એન શાહ, ભાનુભાઈ પરમાર, ફિરોજ ભાઈ શેખ, ઈમરાન ભાઈ તેતારા, મહામંત્રી તરીકે દશરથ ભાઈ પરમાર, મંત્રી તરીકે ઇરફાનભાઇ શેખ, ગોકુળભાઈ પંચાલ, વસિમભાઈ મામની, વિપુલભાઈ દરજી, સહમંત્રી તરીકે મોહસિનભાઈ દાલ, યુનુસભાઈ મુસા, ખજાનચી તરીકે અબ્દુલ સિરાજ શેખ તેમજ આઇ.ટી.સેલ માં અનાસભાઈ દાવલા ને નિમણુક અપાઈ હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %