Nari Prahar

News Website

ગુજરાત ના 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠન ની રાજકોટ જિલ્લાની કારોબારી ની રચના માટે સર્કિટ હાઉસ રાજકોટ ખાતે બેઠક યોજાઇ.

Views: 88
0 0

Read Time:5 Minute, 15 Second

*પત્રકાર એકતા સંગઠન*

ગુજરાત ભર માં પત્રકારો નાં હિત માટે લડત આપતુ અને પત્રકારો નાં પ્રશ્નો ને વાચા આપતું તેમજ સમગ્ર ગુજરાત માં સૌથી વિશાળ કદ ધરાવતા પત્રકાર એકતા સંગઠન ની રાજકોટ જિલ્લા ની બેઠક પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

આ કાર્યક્રમ માં પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વિશેષ માં પ્રદેશ અગ્રણીઓ સર્વ શ્રી પાલીતાણા થી ગીરવાનસિંહ સરવૈયા , પાલીતાણા થી આર.બી.રાઠોડ, જૂનાગઢ થી મુકેશભાઈ સખિયા , મહેસાણા થી પ્રહલાદભાઈ ચૌહાણ , ભરૂચ થી સમીમ બેન પટેલ, સલમાન આમીન, મુસા પટેલ, સમીર પટેલ અને પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ સમીર બાવાણી તેમજ ઝોન ટીમ નાં ભરતસિંહ રાઠોડ, ભાર્ગવ જોષી , દિનેશભાઈ કલાલ, અમિત પરમાર અમરેલી જિલ્લા પ્રમુખ રસિકભાઈ વેગડા અને મોરબી જીલ્લા પ્રમુખ કાળુભાઇ પાંચિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નું સુંદર સંચાલન કરતા સમીરભાઈ બાવાણીએ હાજર પત્રકાર મિત્રો નું અભિવાદન કરતા જણાવ્યું હતું કે સીમા પર લોકો ની રક્ષા કરે તે શાસ્ત્ર ધારી એટલે સૈનિક અને દેશ ની અંદર લોકોના પ્રશ્નો ને વાચા આપતા પત્રકાર એકલે કલમધારી તેવા તમામ કલમ ધારીઓ ને સહ હર્ષ આવકાર્યા હતા.

કાર્યક્રમ ની શરૂઆત મંચસ્થ મહાનુભવો નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરી ને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રદેશ, ઝોન, જિલ્લા ના આગેવાનોનું ફૂલહાર થી બહુમાન કરવામાં આવ્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચન માં પત્રકાર એકતા સંગઠન ની રૂપરેખા રજૂ કરતાં ગૌરાંગભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે, મિટિંગમાં સર્વાનુમતે કારોબારી રચના કરતું એક માત્ર સંગઠન છે, મર્હુમ સલીમભાઈ બાવાણી દ્વારા ૨૦૧૮ સંગઠન નો પાયો નાખવામાં આવ્યો ત્યારે ગાંધીનગર ખાતે હોલ માં ૨૨ જિલ્લા ના ૪૫૦ કરતા વધુ પત્રકારો ની હાજરીમાં સંગઠન નું નામ પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. પત્રકારો ને આવું લોકશાહી ઢબે ચાલતું સંગઠન આપનાર મર્હુમ સલીમભાઈ બાવાણી આજે આપણી વચ્ચે ન હોવાથી શાબ્દિક શ્રધ્ધાંજલિ પાઠવી જણાવ્યું હતું કે કોરોના પહેલા ૨૫ જિલ્લા તાલુકા કારોબારી સાથે પૂર્ણ કરવામાં આવ્યા હતા.માર્ચ એન્ડ માં ગુજરાતના ૩૩ જિલ્લા અને તમામ તાલુકા કારોબારી સાથે સંગઠન પૂર્ણ થયે મહા અધિવેશન નું આયોજન છે, નાના મોટા મતભેદો ભૂલી પત્રકારો એજ થાય તે હેતુથી,પત્રકારો નો અવાજ બુલંદ કરવા સંગઠિત થઈ રહ્યા છીએ..

પ્રદેશ અગ્રણી ગરવાનસિંહ સરવૈયા દ્વારા હાજર પત્રકાર મિત્રોને સંગઠનની માળખાકીય વિગતો થી અવગત કરાવ્યા હતા.વિશેષ અન્ય પ્રદેશ હોદ્દેદારો આર.બી. રાઠોડ, મુકેશ સખિયાં, પ્રહલાદભાઈ ચૌહાણ , સમીમબેન પટેલ, તેમજ ઝોન નાં ભરતસિંહ રાઠોડ દિનેશ ભાઈ કલાલ તેમજ અમરેલી જિલ્લા પ્રમુખ અને મોરબી જીલ્લા પ્રમુખ શ્રી દ્વારા એક સૂરે તમામ મિત્રો ને સંગઠિત થઈ અને પત્રકારો ને મજબૂત બનવા આહવાન કર્યું હતું.

પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પોતાના ઉદ્બોધન માં પત્રકાર એકતા સંગઠન દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલ 14 મુદ્દાઓ ની વિસ્તૃત માહિતી આપી હતી.

ત્યાર બાદ પત્રકાર એકતા સંગઠન ની કાર્ય પદ્ધતિ મુજબ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજી સર્વાનુંમતે પત્રકાર એકતા સંગઠન રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે કાર્યકારી અધ્યક્ષ શ્રી રમેશભાઈ ધકાણ સર્વાનુમતે પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા.તેમજ ઉપપ્રમુખ, મહામંત્રી,મંત્રી સહ મંત્રી .ખજાનચી કે આઇ ટી સેલ માં જિલ્લા કક્ષાની નિમણૂકો સર્વાનુમતે આપવામાં આવી

કાર્યક્રમ નાં અંતે સૌ ચા નાસ્તો લઈ છુટ્ટા પડ્યા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %