Views: 82

Read Time:1 Minute, 13 Second
આમોદના રણછોડ ફળિયામાં જુગાર રમતા મુખ્ય સુત્રધાર સહીત સાત જુગારીયાઓને રૂપિયા 11.24 લાખથી વધુના મુદ્દામાલ સાથે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે ઝડપી પાડ્યા હતા.આમોદના રણછોડ ફળીયામાં રહેતો સુરેશ મણીલાલ ભટ્ટ મોટાપાયે ફરક આંકનો જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 98 હજાર અને ફોર્ચ્યુંનર કાર, બાઈક તેમજ 14 ફોન મળી કુલ ૧૧.૨૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ મુખ્ય સુત્રધાર સુરેશ મણીલાલ ભટ્ટ, અસલમ અશરફખાન પઠાણ, મહેશ ઠાકોર, સુરેશ જેસંગ મકવાણા, સબીર જાફર મલેક, ફિરોજ સિકંદર વાઘેલા અને જયેશકુમાર રમેશ પટેલને ઝડપી પાડ્યો હતો.





Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી