અંક્લેશ્વરના વાલિયા ચોકડી ઓવર બ્રીજના એપ્રોચ રોડ પર બુધવારે મળસ્કે બે ટ્રેલર, બે કન્ટેઇનર અને બે કાર મળી 6 વાહનોમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન હતી. કન્ટેઇનરમાં ફસાયેલાં ડ્રાઇવરને 2 કલાકની જહેમત બાદ બહાર કઢાયો હતો.સુરતથી અંક્લેશ્વર તરફ આવતાં એક કન્ટેઇનર ચાલકે બ્રીજ ઉતરથી વેળાં ડિવાઇડર પર ચઢી ગયું હતું. જેના પકલે ટ્રેલરમાંથી લોખંડની એંગલો રોડ પર પથરાઇ ગઇ હતી. દરમિયાનમાં અન્ય એક ટ્રેલર ચાલકે ત્યાંથી પસાર થતી વેળાં લોખંડની એંગલથી તેનું ટાયર ફાટતાં તે કન્ટેઇનરમાં ભટકાઇને અન્ય એક કન્ટેઇનરમાં ભટકાઇ ટ્રેલરને 50 ફૂટ સુધી ઢસડી ગયું હતું. ઉપરાંત અકસ્માતને પગલે એક સ્વિફ્ટ કાર તેમજ વેન્યુ કારને પણ અકસ્માત કરતાં એક સામટાં 6 વાહનો અથડાયાં હતાં.અકસ્માતમાં કન્ટેઇનર કાર પણ પડ્યું હતું જ્યારે સ્વિફ્ટ કારન પણ ફૂરચા બોલી ગયાં હતાં. સદનશીબે કોઇને જાનહાની થઇ ન હતી. જોકે, તમામ વાહનોને ભારે નુકશાન થતાં વડોદરાથી સુરત જવાના માર્ગ પર 10 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.