સુરત શહેરમાં અવારનવાર હત્યાં, લૂંટ,બળાત્કાર, ખંડણી, ચોરી, અને મારામારીના બનાવો સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે. જેના લીધે સુરત વાસીઓના જીવ પડીકે બંધાયા છે. કોણ જાણે કોની સાથે કઈ વારદાત થઈ જશે એવું ભય મનમા રાખી સુરતના નાગરિકો જીવી રહ્યા છે. બીજી તરફ કાપોદ્રામા અંગત અને જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં 7 જેટલાં હુમલાખોરો દ્વવારા એક શખ્સને રહેંસી નાખી તેની હત્યાં નીપજાવી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો.
ઘટના વિશે વધુ મળી રહી માહિતી અનુસાર બુધવાર રાત્રે કાપોદ્રા વિસ્તારમાં માથાભારે શખ્સ દિલીપની સરાજાહેર હત્યાં થઈ હતી. રાતે દસેક વાગ્યાના અરસામાં માથાભારે શખ્સ દિલીપ કાપોદ્રા સ્થિત સ્નેહ મુદ્રા સોસાયટી નજીક પાલિકાના પાર્કિંગ પ્લોટમાં ઉભો હતો, તે દરમ્યાન 7 જેટલાં માથાભારે તત્વો દિલીપની હત્યાં કરવાનાં ઇરાદે તલવાર અને ચપ્પા લઈ તેની સામે ધસી આવ્યા હતા. દિલીપ કંઈ સમજે તે પહેલા તેની ઉપર હિંસક હુમલો કરવા તૂટી પડ્યા હતા.
માથાભારે દિલીપને ઉપરાઉપરી ચપ્પુ અને તલવારના ઘા ઝીંકી દેતા તે સ્થળ ઉપર જ ઢળી પડ્યો હતો. જૂની અદાવતનુ વેર વાળવાના ઇરાદે દિલીપને મોતને ઘાટ ઉતારી અજાણ્યા હુમલાખોર તત્વો પળવારમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલના તબીબોએ દિલીપને મૃત જાહેર કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાંનો ગુનો નોંધી અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.