Nari Prahar

News Website

ભરૂચનાં કસક અપ્સરા એપાર્ટમેન્ટમાંથી બોગસ તબીબ ઝડપાયો, મેડિકલને લગતા સાધનો દવાઓ સહિત 6 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે…

Views: 90
0 0

Read Time:1 Minute, 22 Second

ભરૂચ જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારે જિલ્લામાંથી એક બાદ એક ઝડપાઇ રહેલા નકલી ડોકટરો ઉપરથી કહી શકાય તેમ છે, કોરોના કાળ સમયથી જાણે કે પોલીસ ચોપડે અનેક નકલી ડોકટરો આવી ચુક્યા છે, જેમાં ગતરોજ વધારે એક નકલી ડોક્ટરનો સમાવેશ થયો છે.બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાય વખતોથી મીરા આયુર્વેદિક ઔષધ કેન્દ્ર નામથી કેન્દ્ર ધમધમાવતા બોગસ તબીબ મોગલ મીરાશાહ મસ્તાનવી નામના મૂળ વડોદરા નાગરવાડાના એક ઇસમની આખરે પોલીસે ધરપકડ કરી છે.મોગલ વસ્તાનવી પાસે મેડિકલ ડીગ્રી કે સર્ટી ન હોવા છતાં તે આ કેન્દ્ર ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તેના કેન્દ્ર પરથી દવાનો જથ્થો મેડીકલને લગતી સાધન સામગ્રી સહિતની ૬ હજાર ઉપરાંતની વસ્તુઓ કબજે કરી સી ડિવિઝન પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %