Nari Prahar

News Website

ભરૂચ ખાતે નવ નિયુકત કલેકટર તરીકે શ્રી તુષારભાઇ સુમેરાએ ચાર્જ સંભાળયો…

Views: 97
0 0

Read Time:2 Minute, 43 Second

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ કલેકટર કચેરી ખાતે અધિકારી-કર્મચારીઓ શપથ લઇ કટિબધ્ધ થયા

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

રાષ્ટ્રની એકતા,અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા અંગેના શપથ લીધા

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

નવનિયુકત કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

ભરૂચ ખાતે નવ નિયુકત કલેકટર તરીકે શ્રી તુષારભાઇ સુમેરાએ ચાર્જ સંભાળયો…૦

૦ ૦ ૦ ૦ ૦ ૦

ભરૂચઃ શનિવારઃ- ભરૂચ ખાતે નવ નિયુકત કલેકટર તરીકેશ્રી તુષારભાઇ સુમેરાની નિમણૂંક થતાં તેઓએ પોતાનો ચાર્જ આજ રોજ સંભાળી લીધો છે. ૨૦૧૨ની બેચના ડાયરેકટ આઇ.એ.એસ તરીકે નિમણૂંક થતાં આસીસ્ટન્ટ કલેકટર- મોરબી,ડીડીઓ- નવસારી, રીજીયનલ કમિશ્નર,મ્યુનિસિપાલિટી- ભાવનગર, મ્યુનિસિપલ કમિશ્નર- જુનાગઢ અને છેલ્લે કલેકટર- બોટાદ તરીકે પોતાની ફરજો બજાવી હતી. ચાર્જ સંભાળતાની સાથે જ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિત્તે “ એકતા શપથ “ કાર્યક્રમનું આયોજન કલેકટર કચેરી- ભરૂચના સભાખંડમાં નવનિયુકત કલેકટરશ્રી તુષારભાઇ સુમેરાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યું હતું. એક ભારત- શ્રેષ્ડ ભારતના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ ૩૧ ઓકટોબરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાને કલેકટર કચેરી સભાખંડમાં રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં અધિકારી- કર્મચારીઓ ધ્વારા રાષ્ટ્રની એકતા,અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા,દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા, દેશ માટે પોતાનું યોગદાન આપવાના શપથ લીધા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા શપથ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રી એન.આર.પ્રજાપતિ સહિત કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓમાં અધિકારી- કર્મચારીઓ ધ્વારા એકતા શપથ લેવામાં આવ્યા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %