હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ભરૂચમાં ભાદરવો ભરપૂર બનતા ગુરૂવારે માત્ર 50 મિનિટમાં જ 2 ઇંચ વરસાદ ખાબકી જતા જોતજોતામાં સર્વત્ર જળ બંબોળ કરી દીધું હતું. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભરૂચ શહેરમાં ભારે વરસાદ વરસી પડતા સેવાશ્રમ, શક્તિનાથ ગરનાળુ, પાંચબત્તી, કસક ગરનાળા, ધોળીકોઈ, દાંડિયાબજાર, ગાંધીબજાર, ફુરજા વિસ્તારમાં ધસમસતા પાણીનો પ્રચંડ પ્રવાહથી રહીશો, રાહદારીઓ, વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.શહેરના નીચાણવાળા વિસ્તારો સાથે સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોની હાલત દયનિય બની ગઈ હતી. કેટલીય સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જોકે, ઘનઘોર વાતાવરણ વચ્ચે 50 મિનિટ સુધી મેઘરાજાએ સ્ફોટક બેટિંગ કર્યા બાદ વિરામ લેતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો.વરસાદ બંધ થયા બાદ શહેરમાં પ્રભાવિત થહેલુ જનજીવન ફરી ધબકતું થયું હતું અને લોકોએ પોતાના ઘરમાં ભરાઈ ગયેલા વરસાદી પાણીને ઉલેચવાની કામગીરી હાથ ધરી હતી.જિલ્લાના અન્ય તાલુકાઓમાં બપોરે 2 કલાક સુધીમાં વાલિયા તાલુકામાં 18 મિમી, ઝઘડિયામાં 14 મિમી અને જંબુસરમાં 5 મિનિટ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ જિલ્લામાં મૌસમનો કુલ વરસાદ 79 ટકા નોંધાઇ ચુક્યો છે. જ્યારે અંકલેશ્વરમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.