ભરુચ જિલ્લાના ખેડૂત સમાજના આગેવાનોએ આજે ગુરૂવારે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ખેતીના ઉભા પાકમાં વાયુ પ્રદુષણને પગલે થયેલા નુકસાન મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર આમોદ, સિમદરા, દહેજ સહિતના ગામોની સીમમાં કપાસ, કઠોળ, તેલીબિયા અને શાકભાજીનું વાવેતર કર્યું હતું. જે ખેતરોમાં વાવેલો ઉભો પાક દહેજ પી.સી.પી.આઈ.આર અને દહેજ જી.આઇ.ડી.સી તેમજ વિલાયત જીઆઇડીસી સહિત ઉદ્યોગ ગૃહ જોખમી મેગા કેમિકલ્સનું ઉત્પાદન કરે છે, જેને પગલે વાયુ પ્રદૂષણથી વ્યાપક નુકશાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યાં છે. હવા પ્રદૂષણથી ખેડૂતોના ઉભા પાકને મોટી માત્રામાં નુકસાની થતા પાક ઉખેડી ફેંકી દેવાની સ્થિતિનું સર્જન થયું હોવાનું પણ આવેદન પત્રમાં જણાવાયું છે. ખેડૂતોની રજૂઆતને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકોની નિદાન ટીમનું ગઠન કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ પણે 2-4-D, 2-4-DB જેવા ફીનોકેસી સંયોજ વાતાવરણમાં ફેલાવવાને પગલે પાક વિકૃતિ જોવા મળી છે. જેના કારણે પાક નિષ્ફળ ગયો છે, ત્યારે હવા પ્રદૂષણથી થયેલા પાક નુકસાનીનું યોગ્ય વળતર સર્વે બાદ ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે. ખેડૂતોએ કલેક્ટર સંકુલમાં પહોંચી વિરોધ નોંધાવી આવેદન મારફતે પોતાની રજુઆત કરી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.