અંકલેશ્વરમાં સતત બીજા દિવસે પીળા રંગનું કેમિકલ યુક્ત પાણી આમલાખાડી ઠલવાઇ રહ્યું છે. ઝઘડિયાની લાઈન બંધ છે તો બીજા દિવસે કેમિકલ ક્યાંથી આવ્યું તેવા સવાલ ઉઠ્યા છે. નોટીફાઈડ વિભાગે ઝઘડિયા ઔદ્યોગિક વસાહતની લાઈનમાંથી પ્રદુષિત પાણી આવ્યું હોવાના કરેલા ઘટસ્ફોટ સામે પણ સવાલ ઉભા થયા છે. બંને એસેટ એખબીજા પર દોષનો ટોપલો ઠાલવે છે. ત્યારે પર્યાવરણ પ્રેમીનો સવાલ પ્રદુષિત પાણી ગમે ત્યાં નું હોય આમલાખાડી જતું અટકાવે નહીં તો કાયદાકીય પરિણામ ભોગવવા તૈયારી દાખવે તેવી ચીમકી ઉચ્ચારી છે. જીપીસીબી, નોટીફાઈડ અને એનસીટી મોનીટંરીગ પીળા રંગના પાણી શોધવા એસેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.બીજા દિવસે વહેલી સવારથી જ આમલાખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા મળી હતી. વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાસેથી અને પમ્પીંગ સ્ટેશન પાછળથી એફ્લુઅન્ટ ખાડીમાં જતું હતું. નોટિફાઇડ હદ-વિસ્તારમાંથી વરસાદી પાણીની સાથે મોટા પ્રમાણમાં પીળા કલરનું પ્રદુષિત પાણી આવી રહ્યું હતું જે ભેગું થઈ આમલાખાડી ખાડીમાં જતું હતું જેથી ખાડી પ્રદુષિત થઈ હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળે જીપીસીબી અને નોટિફાઇડ વિભાગને જાણ કરી હતી.પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે 24 કલાક બાદ ફાઇનલ પમ્પીંગ સ્ટેશન પાસેથી વહેતું પ્રદુષિત પાણી પણ એજ પરિસ્થિતિમાં વહે છે. જે સાબિત કરે છે કે આ પ્રદુષિત પાણીને રોકવામાં કોઈને રસ નથી.પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ પણ નક્કી કરી શકાતું નથી. ઝગડિયા વસાહતનું છે કે અંકલેશ્વર વસાહતનું છે એના માટે અલગ અલગ દાવાઓ અને પુરાવા રજુ કરવામાં આવી રહ્યા છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.