અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સાયન વિનો કેમ પ્રાઇવેટ લિમિટેડમાં બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેને લઈ કંપની અફરા-તફરી સર્જાઈ હતી.કંપની દ્વારા ડીપીએમસી ફાયર સ્ટેશને જાણ કરતા ફાયર કાફલો 2 લાઈ બમ્બા સાથે સ્થળ પર ધસી આવ્યો હતો અને અર્ધા કલાકની જહેમત આગ પર કાબુ મેળવી લીધો હતો. એક તબક્કે વિકરાળ દેખાતી આગ ગણતરીની મિનિટમાં કાબુ આવી ગઈ હતી. કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આગ ડાઇઝ કેમિકલમાં લાગતા એક તબક્કે ભયાવહ જોવા મળી હતી. ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જીપીસીબી દ્વારા પણ સ્થળ તપાસ કરી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.