Nari Prahar

News Website

કારની ટક્કરે બાઇક સવાર દંપતી પટકાયું, પતિનું મોત..

Views: 91
0 0

Read Time:1 Minute, 43 Second

નેત્રંગ તાલુકાના મોદલીયા (ભદામ કંપની) ગામના ખેડૂત મીનેષ રાવજી પટેલ(ઉંવ.54) સાંજના સમયે તેમના પત્ની શર્મિષ્ઠાબેન સાથે તેમની બાઈક લઈ નેત્રંગ શાકભાજી ખરીદવા માટે આવી રહ્યા હતા. તે અરસામાં મોરીયાણા ગામથી આગળ દત્તનગર ગામના પાટીયા નજીક સુદામાની ઝૂંપડી પાસે મારૂતિ કંપનીની સ્વીફ્ટ કારના ચાલકે પુરઝડપે મોદલીયા તરફથી આવતી બાઇકને ટક્કર મારી હતી. જેમાં ખેડૂત દંપતી રોડ પર ફંગોળાઈ ગયા હતા.જેથી મિનેષને માથાના ભાગે તેમજ હાથમાં ગંભીર ઇજાઓ અને શર્મિષ્ઠાબેનને પણ માથાના પાછળના ભાગે પીઠ પાછળ થતા નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. બંને પતિ-પત્નીને 108 દ્વારા નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મીનેષભાઈ પટેલનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે શર્મિષ્ઠાબેનની સારવાર કરી ઘરે રવાના કરવામાં આવ્યા હતા.મૃતક મિનેશભાઈ પટેલની લાશનું પોસ્ટ મોર્ટમ નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરાયું હતું. પોલીસે પુત્રએ નોંધાવેલી ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા કાર ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %