ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ અનુપમ રસાયણ કંપનીની બાજુમાં ઝઘડીયા જીઆઇડીસી નો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં નીલગીરીના ૫૦ થી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે આ નીલગીરીના વૃક્ષો ઝેરી ગેસના કારણે અથવા પ્રદૂષિત પાણીના કારણે ઉભાઉભ બળી ગયા હતા, જે બાબતે જીઆઇડીસી તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી! બળી ગયેલા વૃક્ષો હતા તે વૃક્ષો એક બે દિવસ દરમિયાન થડમાંથી કાપી નાખવામાં આવ્યા હતા. આજુબાજુના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વૃક્ષો અનુપમ રસાયણ કંપની દ્વારા કપાવી નાખવામાં આવ્યા છે.જેથી ગેસથી અથવા પ્રદૂષિત પાણીથી ઉભા બળી ગયેલા નીલગીરીના ૫૦ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવા બાબતે ઝઘડિયા જીઆઈડીસી નોટિફાઇડ કચેરી દ્વારા પણ અનુપમ રસાયણ કંપનીને વૃક્ષો કાપી નાંખવા બાબતે નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું કચેરી દ્વારા જણાવાયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા જીઆઇડીસી માં આવેલી કંપનીઓ દ્વારા જાહેરમાં હવામાન તથા વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી છોડી તેનો ઢાંકપિછોડો કરવામાં આવતો હોય છે ત્યારે અનુપમ રસાયણ દ્વારા ઉભા સુકાઈ ગયેલા વૃક્ષો કાપવાની મંજુરીથી કાપી નાખ્યા અને તે કાપેલા વૃક્ષોનો શું કર્યું તે હવે તપાસનો વિષય બની રહ્યો છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.