DGVCL કચેરીએ ખાનગીકરણ મામલે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો…
ભરુચ ખાતે ડીજીવીસીએલ કચેરી વિજ વિભાગના ખાનગી કરણના મામલે કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવા હતો. ડીજીવીસીએલના કર્મીઓએ ઓફીસના ગેટ પાસે સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.દેશમાં ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003ના સુધારા બિલ 2021ના વિરોધમાં અને નેશનલ કોઓર્ડીનેશન કમિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સના આદેશ અનુસાર ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ અને ભરૂચ ડીજીવીસીએલ દ્વારા ખાનગીકરણ ઇલેક્ટ્રિસિટી બીલના સુધારાના વિરોધમાં મક્તમપુર ખાતે આવેલી વીજ કચેરી દરવાજા પાસે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યો હતો.ભરૂચ ડીજીવીસીએલના કર્મચારી દ્વારા વીજતંત્રમાં દિનપ્રતિદિન ખાનગીકરણનું દૂષણના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી અને ખાનગી કરણના દૂષણોને ડામી દેવાના અવાજને બુલંદ બનાવવા માટે આજરોજ ભરૂચ ડીજીવીસીએલ કચેરી ખાતે યુનિયનના લીડરો અને આગેવાનો અને કર્મચારીઓએ એકત્રિત થઈને ખાનગી કરણ ઇલેક્ટ્રિસિટી બીલના સુધારાના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચાર કરાયા હતા અને અન્યાય વિરુદ્ધ એક જ અવાજ ખાનગીકરણ બંધ કરો,એક જ ધ્યેય નફા માટે મોંધી વીજળી જેવા સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરાયો હતો.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.