Nari Prahar

News Website

સ્વિટી પટેલ હત્યાકાંડમાં અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને ૧૧ દિવસ ના રિમાન્ડ…!!

Views: 93
0 0

Read Time:3 Minute, 38 Second

કોઈ પણ એક વ્યક્તિ દ્વારા મૃતદેહને સળગાવી દેવો શકય નથી, કિરીસિંહ જાડેજા સહિત અન્ય સહઆરોપીઓ સાથે આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની આશંકા..

વડોદરા જિલ્લાના એસઓજીના તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વિટી પટેલની ચકચારી હત્યાના મામલે પીઆઈ અજય દેસાઇ અને કોંગ્રેસના આગેવાન કિરીટસિંહ જાડેજાના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ૪૯ દિવસની સ્થાનીક પોલીસની તપાસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર ૭૨ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યા બાદ કરજણ પોલીસ મથકમાં હત્યાના નોંધાયેલા ગુનાના સંદર્ભમાં પોલીસે સ્વિટી પટેલના પતિ પોલીસ ઇન્સપેક્ટર અજય દેસાઈ અને તેમના મિત્ર કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. આ બંન્નેને આજે કરજણ કોર્ટમાં રજૂ કરીને પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પૂછપરછમાં ભાંગી પડેલા પી.આઇ અજય દેસાઈએ પોતાની પત્ની સ્વિટીનું ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ કરજણ પોલીસ મથકે સ્વીટી પટેલ ના ભાઈની ફરિયાદના આધારે પોલીસે હત્યા કરનાર અજય દેસાઈ તથા લાશને સગે વગે કરવામાં મદદગીરી કરનારા કિરીસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.

આ બન્નેને કરજણ કોર્ટમાં રજૂ કરીને પોલીસે વિવિધ મુદ્દાઓ ટાંકીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ ચકચારી કેસમાં હાજર રહેલા સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે આ એક આયોજન પૂર્વક કરેલું કોલ્ડ બ્લદેડ મર્ડર છે આરોપી અજય દેસાઇના કહેવા મુજબ ઝઘડો થયોને આવેશમાં આવીને મર્ડર કર્યું હોવાની વાત કરી છે, તે હકીકત સાચી છે. કારણ કે, આરોપી ગુનાહીત માનસીકતા ધરાવે છે. લાશને તેણે એકલાએ સળગાવી દીધી હોવાની વાત પણ શંકા ઉભી કરી રહી છે. લાશ સળગાવવામાં માત્ર એક નહીં પણ અન્ય સહ આરોપીની સંડોવણી હોવાનું લાગી રહ્યુ છે. કિરીટસિંહ જાડેજા ઉપરાંત અન્ય કેટલા અને કોણ કોણ સહ આરોપી હતા તેની તપાસ કરવી આવશ્યક છે. લાશ સળગાવવામાં ફ્યુઅલ અને કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હશે. ઘટના સ્થળેથી મળી આવેલા બ્લડના ડાઘની ચકાસણી મામલે તેઓએ દલીલ કરી હતી કે આ બ્લડના ડાઘની તબીબી ચકાસણી કરાવીને તેના પરથી સ્વિટી પટેલ ફરીથી ગર્ભવતી હતી કે કેમ ? તેની પણ તપાસ કરવી જરૂરી છે સ્વિટી પટેલ ફરીથી ગર્ભવતી હતી એટલે તેનો કાંટો કાઢવા માટે આ કૃત્ય આચર્યું છે કે કેમ ? અને તેના માટે કોનો કોનો સાથ અજય દેસાઈએ લીધો છે તે પણ તપાસનો વિષય છે સરકારી વકીલની દલીલને ગ્રાહ્ય રાખીને કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રિપોર્ટર : તસ્લીમ પીરાંવાલા

કરજણ

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %