ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત થર્ડ વેવને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરૂ દેવાઈ છે. જિલ્લામાં કામગીરી પરિણામલક્ષી થાય તે હેતુસર આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગના અને કામગીરી માટે નિયુકત નોડલ અધિકારીઓએ વર્તમાન પરિસ્થિતિનો ચીતાર રજૂ કર્યો હતો.કલેકટરે કોરોનાની સંભવિત થર્ડ વેવની સામે નાગરિકોને રક્ષણ આપવા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી. લોકોને કોરોનાથી બચાવી શકાય અને પૂરતી સારવાર મળે તે માટે હોસ્પિટલ, બેડની કેપેસિટી, ઓક્સિજન બેડ, આઇસીયુ, બાયપેપ, વેન્ટિલેટર સાધનોની મેડીકલ ઈક્વીપમેન્ટ, ઓકિસજન પ્લાન્ટસ, ઓકિસજન કોન્સન્ટ્રેટર, દવાઓ, મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ, ફાયર અંગેની એનઓસી, હોસ્પિટલોની વિઝીટ, મંત્રીએએ આપેલી સુચનાઓનો અમલ વિગેરે બાબતોની વિસ્તૃત જાણકારી મેળવી માર્ગદર્શન પુરું પાડયું હતું. કલેકટરે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને નોડલ અધિકારીઓને સોંપેલી કામગીરી માઈક્રોપ્લાનીંગથી કરવાની સુચનાઓ આપી હતી.કોવિડ-19ના વ્યવસ્થાપન અંતર્ગત વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. તેઓએ કામગીરીનું યોગ્ય અને અસરકારક સંકલન થાય અને જિલ્લામાં આ કામગીરી સુચારુ અને વ્યવસ્થિત રીતે પરિણામલક્ષી કામગીરી કરવા પર ખાસ ભાર મૂકયો હતો. નિયુકત થયેલા અધિકારીઓએ રાજયકક્ષાએથી નિમાયેલ અધિકારીઓ સાથે સંકલનમાં રહી તેમના ધ્વારા સુપરત કરવામાં આવતી તમામ કામગીરીનો ઝડપથી અમલ કરવાનો રહેશે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.